કોચવાડામાં મહિલાઅોને વેલ્યુ ઍડિશન અને પ્રોસેસિંગ અંગે તાલીમ અપાઈ
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ઍમ.ઍસ.ઍમ.ઈ. લોન યોજનાનો લાભ લઈ વલસાડ તાલુકા ના કોચવાડા માં રાધિકા ઓર્ગેનિક આયુર્વેદિક વેલ્યુ, ઍડિસન યુનિટ શરૂ કરનાર બીજલ નિકુંજ સિંહ ઠાકોર. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ત્રણ પાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, આંબા, ડાંગર, અને શેરડી, આના પર આધારિત મૂલ્ય વર્ધનની શરૂઆત કરી કાચો માલ વેચવા બદલે, તેને પ્રોસેસિંગ અને વેલ્યુ ઍડિશન દ્વારા વધુ મૂલ્ય મળે તે માટેનો પ્રયાસ પ્રથમ, વલસાડ જિલ્લાની બીજલ ઠાકોરે કરી, બીજલનો ઉદેશ માત્ર પોતાનો વ્યવસાય વિકસાવવાનો પ્રયાસ નથી, પણ અન્ય ગરીબ તેમજ બેરોજગાર મહિલાઓને પણ, કૌશલ્ય સ્વરોજગાર અને આર્થિક આત્મા નિર્ભયતા તરફ આગળ વધવાનો પ્રયાસ. સખીમંડળની બહેનો તેમજ આત્મા દ્વારા આવતા ખેડૂત ભાઈ બહેનોને અહીં બીજલ દ્વારા વેલ્યુ ઍડિશન અને પ્રોસેસિંગ અંગે તાલીમ આપવામાં આવે છે. તેમજ સરકાર તરફથી દરેક યોજના માટે જે સહાય પ્રા થાય તેનું માર્ગદર્શન આપે છે.
