વાપી જ્ઞાનદીપ સ્કુલમાં સામુહિક ગાયન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા. ૨૫ ઃ જ્ઞાનદીપ સ્કૂલ, ચલા, વાપી દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, રાષ્ટ્રવ્યાપી પહેલ ‘નમામિ ભારતમ્ – વંદે માતરમ’* અંતર્ગત *સામૂહિક ગાન*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ *વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન, નવી દિલ્હી*ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
ર્ન્ીફુજ્ઞ્ફૂસ્ન્ જ્શ્વજ્ઞ્ફૂઁફુસ્ન્ ઘ્શ્ર્યણુ દ્વારા સંચાલિત અને વિદ્યાભારતી પ્રતિષ્ઠાન, ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન* જ્ઞાનદીપ સ્કૂલના આ કાર્યક્રમમાં *વિદ્યાર્થીઓ, શિક્ષક-શિક્ષકેત્તર સ્ટાફ, વાલીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, નજીકના વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓ*ઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌની સહભાગિતાઍ આ પ્રસંગને સામૂહિક ઍકતા અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી વધુ અર્થપૂર્ણ બનાવ્યો.
‘વંદે માતરમ’ના સામૂહિક ગાનથી શાળાના પરિસરમાં *રાષ્ટ્રીય ઍકતા, સાંસ્કૃતિક ગૌરવ અને ઍકતાની ભાવનાનું વાતાવરણ* સર્જાયું હતું.
