Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

જિલ્લાના ૧૭૪ ગામોના અોપરેટરો માટે પ્રોત્સાહન યોજના શરુ

જિલ્લાના ૧૭૪ ગામોના અોપરેટરો માટે પ્રોત્સાહન યોજના શરુ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ જિલ્લાની મહત્વાકાંક્ષી ઍવી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે ઓપરેટરોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ધરમપુર, કપરાડા અને નાનાપોંઢાના ૧૭૪ ગામોના ઓપરેટરો માટે પ્રોત્સાહન યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે ઓપરેટરોને સંબોધીને જણાવ્યું કે, જળ ઍ જીવન છે અને ગ્રામજનોને પાણી પીવડાવી તમે પુણ્યનું કામ કરી રહ્ના છો. રાજ્ય સરકાર દ્વારા દરેક નાગરિકોની ચિંતા કરી દરેક ઘરે શુધ્ધ, પુરતું અને નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્ના છે. ત્યારે ધરમપુર, કપરાડા અને નાનાપોંઢાના ૧૭૪ ગામોના ગ્રામ્ય કક્ષાના ૨૫૮ જેટલા ઓપરેટરોને પ્રોત્સાહન યોજના હેઠળ નિયત માપદંડ મુજબ ત્રિમાસિક ધોરણે વધુમાં વધુ રૂ.૩,૦૦૦ ઍટલે કે વાર્ષિક રૂ.૧૨,૦૦૦ સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, પીવાના પાણીની મહત્વની બાબતે સરકાર ખૂબ જ સંવેદનશીલતા દાખવી લોક ઉપયોગી કામો અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસ કરી રહી છે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, અસ્ટોલ યોજના હેઠળ જે પીવાનું પાણી આપવામા આવે છે.
તે રૂ.૨૦ની પાણીની બોટલ કરતા પણ શુદ્ધ છે. મારા ગરીબ આદિવાસી પરિવારને ક્યારેય વેચાતું પાણી લેવું પડશે નહી.
લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે ગામે ગામ જઈ લોકસંપર્ક કેળવી લોકોની પાણીની સમસ્યાના ઉકેલ માટે સતત કાર્યરત રહેતા વાસ્મોના ડેપ્યુટી મેનેજર (સોશીયલ) કોકીલાબેન પટેલનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ મનિષાબેન પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ગાંવઠા, પાણી પુરવઠા વિભાગ સુરતના મુખ્ય ઈજનેર લક્ષ્મણ કોટા, વલસાડ પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઈજનેર આર.ઍ.પટેલ સહિત કપરાડા, નાનાપોંઢા અને ધરમપુરના તાલુકા વિકાસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઓપરેટરો ઉપસ્થિત રહ્ના હતાં.
આભારવિધિ વાસ્મોના કાર્યપાલક ઈજનેર ઍચ.ઍમ.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોનીઍ કર્યુ હતું.