Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

ડુંગરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ડુંગરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ ડુંગરા પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂ.૩,૧૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
સુરત વિભાગના આઈજી પ્રેમ વીર સિંહ અને વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ઍલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે ડુંગરા ડુંગરી ફળિયામાંથી આરોપી મનીષ લ્/બ્ રાજેશ રાજદેવ યાદવ, ઉં.૨૧, રહે. ડુંગરી ફળિયા, મૂળ સુલતાનપુર, બલિયા, ઉત્તરપ્રદેશને ઝડપી પાડ્યો હતો.
તેની પાસેથી સોનાની કાનની ૨ બુટ્ટી કિં. રૂ.૩૦,૦૦૦, ૪૦ ગ્રામ ચાંદીના દાગીના કિં. રૂ.૮,૧૦૦, રોકડા રૂ.૪,૬૦૦ અને નંબર વગરની સ્પ્લેન્ડર મો.સા. કિં. રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૧૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
પૂછપરછમાં બંનેઍ રાત્રે શીશમહેલ બેકરી નજીક ઍક ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીની કબૂલાત કરી હતી. મુદ્દામાલ સાથે બંનેને ડુંગરા પોલીસને સોંપાયા છે.