Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

સેલવાસમાં વિવિધ મંડળોની બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા નિકળી

સેલવાસમાં વિવિધ મંડળોની બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા નિકળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૫ ઃ અનંત ચતુર્દશીના દિવસે શુક્રવારે સિલવાસામાં ગણેશ વિસર્જનનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ મંડળો દ્વારા શણગારેલી પ્રતિમાઓ સાથે વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે ભક્તોઍ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી.
સિલવાસા રિવરફ્રન્ટ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું. વિવિધ મંડળોની પ્રતિમાઓ અહીં લાવવામાં આવી હતી અને નિયત વ્યવસ્થા મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મિત્ર મંડળની વિસર્જન યાત્રામાં વિશાળ ગણેશ પ્રતિમા સાથે પરંપરાગત છત્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
વિસર્જન યાત્રાઓ દરમિયાન શહેરમાં વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે માટે વિવિધ સ્થળોઍ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાઓની અવરજવર દરમિયાન કેટલાક માર્ગો ટાળવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ કેટલાક માર્ગો પર ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રિવરફ્રન્ટ તરફ જતી વિસર્જન યાત્રાઓને કારણે શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બજાર વિસ્તારોમાં પણ લોકો રસ્તાની બાજુઍ ઊભા રહીને ગણેશજીની વિદાય નિહાળી રહ્ના હતાં. દરમિયાન, સિલવાસામાં આ વર્ષે વિસર્જન કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓની કુલ સંખ્યાનો કોઈ ઍકત્રિત સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી. જેના કારણે ગણેશોત્સવ દરમિયાન શહેરમાં કુલ કેટલી પ્રતિમાઓનું વિસર્જન થયું તેનો સત્તાવાર અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે.