Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

કરવડની કે.કે. હરિઆ શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

કરવડની કે.કે. હરિઆ શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ શ્રી કે કે હરિઆ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કરવડમાં શાળાકીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓઍ ભાગ લીધો અને ૨૪ જેટલા પ્રોજેક્ટ બાલ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી આજના આધુનિક યુગમાં પર્યાવરણની જાળવણી. સજીવ ખેતી. સોર ઉર્જાનું મહત્વ. ઍ આઈ અને આવતીકાલનું ભવિષ્ય. મારા સપના નું ભારત વિષય પર પ્રોજેક્ટર રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુ શક્તિઓ ને ખીલવવા. ઍમની વ્યક્તિઓને વાચા આપવાનું કામ શાળા દ્વારા શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નાવીન્ય કાર્ય કરવાની તક મળે છે.
શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા ઍમને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાકીય પ્રદર્શનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હવે તેઓ ઍસ.વી.ઍસ કક્ષાના વિજ્ઞાન પ્રવાહ ભાગ લેશે શાળા દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.