ધરમપુરના બરૂમાળ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 25 September, 2026
વલસાડ, તા. ૨૪ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ ૨૦૨૬ની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, વલસાડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બરુમાળ, ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પારડી, વલસાડ, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા તથા ઉમરગામ તાલુકાઓમાંથી કુલ આશરે ૬૦૦ મહિલા ખેડૂતોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ વલસાડના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. ઍન. પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ તથા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ, તેના મહત્વ તથા ખેતરમાં પાંચ આયામોના વ્યવહારુ ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ધ્સ્ધ્ અંભેટીના ડૉ. બાલુભાઈ પટેલ દ્વારા પશુપાલન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પશુપાલનનું મહત્વ, પશુઓની યોગ્ય સંભાળ, પોષણ તથા ખેતી સાથે પશુપાલનના સંકલન અંગે મહિલા ખેડૂતોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ, પશુપાલન તથા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાગૃતિ અને જ્ઞાનમાં વધારો કરવાનો તેમજ મહિલાઓની કૃષિ ક્ષેત્રે સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા ખેડૂતોઍ તાલીમમાં સક્રિય ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન અંગેની માહિતી મેળવી હતી.
