Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

ધરમપુરના ખાંડા ગામમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માહની ઉજવણી કરાઈ

ધરમપુરના ખાંડા ગામમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માહની ઉજવણી કરાઈ


વલસાડ, તા.૨૩ ઃ વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં નિશાળ ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૯ મા પોષણ માહની ઉજવણી ‘‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ’’ થીમ પર કરવામાં આવી હતી.  
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ઉર્વીબેન પટેલ દ્વારા સૌને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના મહત્વ, પોષણ અને આયુર્વેદ વિશે માહિતી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ધરમપુરના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મણિલાલ ગાવીત, સુપરવાઇઝર આઈસીડીઍસ અશ્વિનીબેન પટેલ તથા ગામના અગ્રણી આગેવાનો, સરપંચ જેસીંગભાઇ ચૌધરી, પ્રાથમિક શાળા ખાંડાના આચાર્યા હિરલબેન લાડ વગેરે ઉપસ્થિત રહ્ના હતા. મુખ્ય મહેમાન શકુંતલાબેન અને મણીભાઈઍ ગામ લોકોને ઠંડા પીણા, પડીકા વગેરે છોડીને પોષણયુક્ત આહારવિહાર અપનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વૈદ્ય ડો. દિવ્યા સોલંકી દ્વારા સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદૅ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલા તમામ ૩૮૬ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતુ અને પેટના રોગો, શ્વાસની તકલીફ, શરદી-ઉધરસ, માનસિક રોગો, ડાયાબિટીસ, બી.પી., થાઇરોઇડ, ચામડીના રોગો, પથરી, સાંધાના દુઃખાવા, સ્ત્રી રોગો, બાળકોના રોગો માટે આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગંભીર રોગના દર્દીઓને નજીકના સરકારી આયુર્વેદ / હોમિયોપેથી દવાખાનામાં ફોલોઅપ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તુલસી, અરડૂસી, સૂંઠ, લીમડો, ગળો જેવી ઔષધિઓમાંથી બનાવેલ હર્બલ ટી / ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.