Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

નારગોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

નારગોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ  ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે જગદંબા હોલ (ભંડારી સમાજ હોલ)માં રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, મામલતદાર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારી તેમજ જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોને લગતા ૯૦૦થી વધુ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી.  વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળી મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ જરૂરી પ્રમાણપત્રો સહિતની સેવાઓ પણ અરજદારોને સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને વિવિધ સરકારી સેવાઓ અને વિભાગોને લગતા પ્રશ્નો માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઍક જ સ્થળેથી વિવિધ પ્રશ્નોનો નિકાલ થઈ શકે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.નારગોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થતાં અરજદારોઍ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.