Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

સરીગામ રોટરી ક્લબ દ્વારા કેન્સર અવેરનેસ સેમિનાર યોજાયો

સરીગામ રોટરી ક્લબ દ્વારા કેન્સર અવેરનેસ સેમિનાર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ શનિવારના રોજ રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા ભ્શ્વફૂજ્ઞ્ફૂશ્વ ર્ણ્ફૂશ્રદ્દત્ર્ ઘ્ંશ્વષ્ટંર્શ્વીદ્દજ્ઞ્ંઁ, ર્લ્ીશ્વજ્ઞ્િંર્ી ઞ્ત્ઝ઼ઘ્ ખાતે કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પ્ફૂફુર્જ્ઞ્ણૂશ્ર બ્ઁણૂંશ્રંજ્ઞ્સિં્ન્દ્દ ઝ઼શ્વ. ખ્ઁત્ત્જ્ર્ઞ્દ્દી ર્ભ્ીદ્દફૂશ્ર ઉપસ્થિત રહ્ના હતા. તેમણે કેન્સરના કારણો, લક્ષણો, સમયસર તપાસ, સારવાર તથા કેન્સરથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે કર્મચારીઓને સરળ ભાષામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં કુલ ૧૫૦ કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ સરીગામના પ્રમુખ રો. રેશમા રાવ, સેક્રેટરી રો. જૈવિક પટેલ, ડો. જયેશ દિક્ષિત, ભરતભાઈ જાની, ભારતી જાની, દેવાંગ દિક્ષિત અને પૂજા શાહ ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમનું આયોજન રો. રાજેશ પાંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં કેન્સર અંગે જાગૃતિ વધારવા અને સમયસર તપાસ તથા યોગ્ય સારવારનું મહત્વ સમજાવવાનો હતો.