ઉમરગામ પોલીસ પરિવારે દિવ્યાંગ બાળકો સાથે ભોજન કર્યુ
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ ઉમરગામ પોલીસ લાઈન પરિવારે સાર્વજનિક ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી. આ દરમિયાન દિવ્યાંગ બાળકો સાથે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ પરિવારે બાળકો સાથે ભોજન કરીને માનવતાનો સંદેશ આપ્યો.માનવતા અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ આપ્યો.આ પ્રસંગે ઉમરગામ પી.આઈ. ઍચ.ડી. તુવરે ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્નાં કે, ગણેશજી સૌના વિઘ્નો દૂર કરે અને સૌના જીવનમાં સુખ-શાંતિ બની રહે. પોલીસ લાઈન પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ ઍ છે કે પોલીસ પરિવાર સમાજની તમામ સંસ્કૃતિ અને સભ્યતાના ઉત્સવોમાં જનતા સાથે છે. પોલીસ પરિવાર લોકોની સુરક્ષા માટે હંમેશા કાર્યરત છે.
આ કાર્યક્રમમાં પી.આઈ. ઍચ.ડી. તુવર, પી.ઍસ.આઈ. ઍસ.કે. વસાવા અને પી.ઍસ.આઈ. ઍચ.કે. રાઠોડ સહિત ઉમરગામ પોલીસ લાઈન પરિવારના સભ્યો હાજર રહ્ના હતા.સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન ઉમરગામ પોલીસ લાઈન ખાતે ભક્તિમય અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું. ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવા અને સમરસતાનો સંદેશ આપતો આ ગણેશ મહોત્સવ સફળતાપૂર્વક પૂરો થયો.
