Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

ચલા ફોર્ચ્યુન સ્ક્વેરના બેઝમેન્ટમાં આગ

ચલા ફોર્ચ્યુન સ્ક્વેરના બેઝમેન્ટમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ  ચલા રોડ પર સીનેપાર્ક થિયેટર ધરાવતા ફોર્ચ્યુન સ્ક્વેર બિલ્ડિંગના બેઝમેન્ટમાં આજે સાંજે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બેઝમેન્ટમાં પાર્ક કરેલી ૪થી વધુ બાઇકો આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રા માહિતી મુજબ બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. સ્થાનિકોઍ તાત્કાલિક વાપી મનપાના ફાયર વિભાગને જાણ કરી હતી. ત્રણ ફાયર વાહનો સાથે પહોંચેલી ટીમે ૩૦ મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
બેઝમેન્ટમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક હોવાથી આગ ઝડપથી પ્રસરવાની ભીતિ હતી.આગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કારણ અંગે તપાસ હાથ ધરાશે.