Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

તામછડીમાં નેટવર્કના અભાવે યુવક સર્પદંશનો ભોગ બન્યો

તામછડીમાં નેટવર્કના અભાવે યુવક સર્પદંશનો ભોગ બન્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૪ ઃ ધરમપુરના અંતરિયાળ તામછડી ગામમાં અનાજના કુપન કાઢવા માટે નેટવર્ક મેળવવા આશરે ૭ કિલોમીટર દૂર ડુંગર વિસ્તારમાં ગયેલા યુવકને સાપે ડંખ મારવાની ઘટના સામે આવી છે.
તામછડી સહિતના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કની સ્થિતિ નબળી હોવાથી ગ્રામજનોને સરકારી સેવાઓ તથા અનાજના કુપન જેવી જરૂરી કામગીરી માટે નેટવર્ક મેળવવા ડુંગર વિસ્તાર સુધી જવું પડે છે. પેણધા ગામના અનિલભાઈ બરફ પણ કુપન કાઢવા માટે ધામણી મંદિર નજીક ફોરેસ્ટ વિભાગની ઝૂંપડી પાસે આવેલા ડુંગર વિસ્તારમાં ગયા હતા. અનિલભાઈ કુપન કાઢવાની કામગીરી કરી રહ્ના હતા ત્યારે અચાનક સાપે તેમને ડંખ મારતાં સાથી મિત્રોઍ ૧૦૮ને જાણ કરી સારવાર માટે ધરમપુરની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
   આ વિસ્તારના સામાજિક કાર્યકર વિનય બારિયા તેમજ સ્થાનિકોઍ જણાવ્યા મુજબ, નેટવર્કની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના સરપંચો, આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા અગાઉ પ્રાંત અધિકારી, કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆતો તથા આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તેમ છતાં હજુ સુધી મોબાઇલ ટાવરની રેન્જમાં જરૂરી સુધારો ન થતાં સમસ્યા યથાવત છે.