પારડીથી કેબલ ચોરીના બે ઈસમ ઝડપાયા
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૪ ઃ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પારડી પોલીસે વાયર ચોરી અને અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી હતી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર પારડી પોલીસ મથકના પી.આઈ વાય બી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ની પેટ્રોલિંગ માં હતી દરમિયાન શંકાસ્પદ ઇસમો મોપેડ પર જતા હતા. ત્યારે તેઓ પાસે રહેલ વાયરો અંગે પૂછપરછ કરતા આ વાયર ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાના આધારે વિવેક ધનસુખ પટેલ રહે. સોનવાડા ગામ, તા. પારડી અને રિતેશ પ્રકાશભાઇ મહ્નાવંશી રહે. નાના વાઘછીપા, તા. પારડી ને ઝડપી પાડ્યા હતા. અને પોલીસે ઍલ્યુમીનિયમના વીજળીના તારના ગુંચળા જેની કિંમત આશરે ૧૨ હજાર, મોપેડ, મોબાઈલ, રોકડ, પકડ સહીત કુલ રૂ. ૭૨,૧૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
