Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

વાપીની કથિત મહિલા પત્રકાર સહિત બે સામે ખંડણી માંગ્યાની ફરિયાદ

વાપીની કથિત મહિલા પત્રકાર સહિત બે સામે ખંડણી માંગ્યાની ફરિયાદ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના પંપના આસિસ્ટન્ટ મેનેજર વિનોદભાઈ કેતુરભાઈ ધોડીયા પટેલે પત્રકાર હોવાનો દાવો કરતી મહિલા અને તેના સાથી વિરુદ્ધ ખંડણી અને બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. ૨૨/૦૯ના રોજ સવારે આશરે ૭ઃ૩૦ વાગે મનોજ રાવલ નામનો શખ્સ પ્લાસ્ટિકની બોટલમાં પાણી મિશ્રિત પ્રવાહી લઈ પંપ પર આવ્યો હતો અને પેટ્રોલમાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્ટાફે તેને અન્ય નોઝલ પરથી કાચના જારમાં પેટ્રોલ કાઢી બતાવતા પેટ્રોલ ચોખ્ખું જણાયું હતું. છતાં તેણે હું મીડિયાને બોલાવું છું, તમને જોઈ લઈશૅ કહી ધમકી આપી ફોન કરવા લાગ્યો હતો.
થોડીવારમાં સફેદ કલરની ક્વીડ કાર નં. ઝ઼ઝ઼-૦૩-પ્-૦૫૫૨માં ડેરા મીડિયા વાપીના સોનિયાબેન  ચૌહાણ આવ્યા હતા. આરોપ છે કે તેમણે પરવાનગી વિના પંપ પર વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ, બંનેઍ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પુરવઠા વિભાગમાં મોકલી પંપ બંધ કરાવવાની ધમકી આપી હતી.
વીડિયો વાયરલ ન કરવા માટે પૈસા આપવા પડશે, નહીં તો પોલીસ અને પુરવઠામાં ફરિયાદ કરી આજીવન જેલમાં પુરાવવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે. પૈસા આપવાની ના પાડતા ૧૧૨ પર ફોન કરી ખોટી અરજી અપાઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.