Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

જિલ્લાના ખાનગી શાળા સંચાલકોનું પડતર પ્રશ્ને કલેકટરને આવેદન

જિલ્લાના ખાનગી શાળા સંચાલકોનું પડતર પ્રશ્ને કલેકટરને આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ સમગ્ર ગુજરાતમાં કાર્યરત ૧૭,૦૦૦થી વધુ ખાનગી શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વલસાડ જિલ્લા ની  શાળા સંચાલક મહામંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ મુખ્ય ૪ માગણીઓ રજૂ કરવામાં આવી છે. સંચાલકોઍ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો સર્વાનુમતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ શૈક્ષણિક કાર્ય અટકાવવાની ફરજ પડશે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓનો ફાળો ૬૦ટકા  કરતાં વધુ છે, જેમાં આશરે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો-કર્મચારીઓ સેવા આપી રહ્ના છે. તેમ છતાં શિક્ષણ વિભાગ સમક્ષ કરાયેલી વારંવારની રજૂઆતોનું કોઈ સ્થાયી પરિણામ ન મળતાં આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.
જ્ય્ઘ્ પ્રક્રિયાનું સરળીકરણ ઃ દર ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટના આધારે ફી નક્કી થાય છે. જે શાળાઓ મંજૂર થયેલી ફીમાં વાર્ષિક ૧૦ ટકા  કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને દરખાસ્ત કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આનાથી ૯૦ ટકા  શાળાઓ જ્ય્ઘ્ કાર્યવાહીથી મુક્ત થશે અને કચેરીનું ભારણ ઘટશે  વર્ષ ૨૦૧૭થી ય્વ્ચ્ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦,૦૦૦ ચૂકવાય છે. હાઇકોર્ટના નિર્દેશ અનુસાર સરકાર દ્વારા જ્ય્ઘ્ મંજૂર થયેલ ફી અથવા વિસ્તારની શાળાના વિદ્યાર્થી દીઠ ખર્ચ ચૂકવવાનો હોય છે, જેનું કડક પાલન કરી તાકીદે બાકી રકમ ચૂકવવામાં આવે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક ૨૦૨૬  માં કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ અયોગ્ય છે. ખાનગી શાળાઓ કોઈ ગ્રાન્ટ કે સહાય લેતી ન હોવાથી કર્મચારી સંબંધી સત્તા શાળા પાસે જ રહેવી જોઈઍ અને વિધેયકની ક્ષતિ સુધારવી જોઈઍ. રોજબરોજના ગવર્નન્સ ડિસ્ટર્બન્સમાંથી મુક્તિં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ શાળાઓ માટે ઍકસરખા પરિપત્રો જાહેર કરવાને બદલે ખાનગી શાળાઓ માટે અલગ સ્પષ્ટ પરિપત્રો કરવામાં આવે. વારંવાર માહિતી મંગાવવાને બદલે ઍક કોમન પોર્ટલ તૈયાર થાય, જેથી વહીવટી સરળતા રહે. આ આવેદનપત્રમાં મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા, પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી મનહરભાઈ રાઠોડ અને ઉપાધ્યક્ષ અવિનાશભાઈ પટેલે સત્વરે સકારાત્મક ઉકેલ લાવવા માંગ કરી છે.