Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

કચીગામ રોડ પર દાગીના ઉતરાવી જવાની કોશીશ નિષ્ફળ

કચીગામ રોડ પર દાગીના ઉતરાવી જવાની કોશીશ નિષ્ફળ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી શહેરમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના પડાવી લેવાની ઘટનાઓને પગલે મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે.
બાઈક પર આવતા અજાણ્યા શખ્સો પોલીસની ઓળખ આપવાના બહાને અથવા રસ્તા પર મહિલાઓને વાતોમાં ભોળવી દાગીના ઉતરાવી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
બુધવારે સવારે આશરે ૧૦ વાગ્યે કચીગામ સ્થિત સિદ્ધિ વિનાયક સોસાયટી સામેની ગલી માંથી પસાર થતી ઍક ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા તેમના પરિચિતના ઘરે જઈ રહી હતી.
તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોઍ તેમની બાજુમાં બાઈક ઉભી રાખી ‘આંટી નમસ્તે’ કહી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાઍ કોઈ જવાબ ન આપતાં શખ્સોઍ જબરદસ્તી રસ્તો રોકી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મહિલાના શરીર પરના સોનાના દાગીના પર નજર પડતાં આ મહિલા ઍ બૂમાબૂમ કરતા તાત્કાલિક અહીં રસ્તે ચાલતા લોકો અને કેટલાક યુવાનો ત્યાં આવી પહોંચતાં બંને શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.
મહિલાના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ તેમની પરિચિત મહિલાને પણ અજાણ્યા શખ્સોઍ આ જ પ્રકારની રીતે રોકી સોનાના દાગીના પડાવી લીધા હતા.
જેથી આ ઘટનામાં પણ મહિલાને પૂર્વનિયોજિત રીતે ટાર્ગેટ કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.