હનુમતમાળ આઉટપોસ્ટને ઈમરજન્સી વ્હીકલની ફાળવણી
- byDamanganga Times
- 24 September, 2026
ધરમપુર, તા. ૨૩ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર સરહદ નજીકના હનમતમાળ પોલીસ આઉટપોસ્ટને ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત પોલીસ વાહન ફાળવવામાં આવ્યું છે. આ વાહનથી આઉટપોસ્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ૩૯ ગામોમાં કાયદો-વ્યવસ્થા તેમજ ઇમરજન્સીની સ્થિતિમાં પોલીસની ઝડપી પહોંચ સરળ બનશે. બુધવારે પારસપાડા ખાતે ૧૧૨ પોલીસ વાહનનું આગમન થતાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સરપંચ વિજયભાઈ માહલાઍ ફુલહાર પહેરાવી, શ્રીફળ વધેરી અને મીઠું મોઢું કરાવી વાહનનું સ્વાગત કર્યું હતું. હનમતમાળ વિસ્તાર અંતરિયાળ હોવાથી અગાઉ ઇમરજન્સીના સમયે પોલીસ પહોંચવામાં સમય લાગતો હતો. હવે ૧૧૨ વાહન ઉપલબ્ધ થતાં આશરે ૧૦થી ૨૦ કિ.મી.ના અંતરે આવેલા ગામોમાં પોલીસ સહાય વધુ ઝડપથી મળી શકશે. પ્રસંગે સામાજિક કાર્યકરો, તાલુકા પંચાયતના સભ્યો, સ્ઘ્ચ્ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત આગેવાનોઍ ૧૧૨ વાહન ફાળવવા બદલ ભ્ત્ ભોયા સહિત પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
