ડાંગના સાધ્વી યશોદા દીદીને વડોદરામાં ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૩ ઃ નારાયણી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’થી ડાંગ જિલ્લાના વૈદેહી સંસ્કાર ધામના સાધ્વી યશોદા દીદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન વડોદરાની રાજમાતા તથા ઍમ.ઍસ. યુનિવર્સિટીના કુલાધિપતિના હસ્તે ઍનાયત કરવામાં આવ્યું હતું. સાધ્વી યશોદા દીદીઍ પોતાના જીવનમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓને કેન્દ્રસ્થાને રાખી સમાજ માટે વિવિધ કાર્યો કર્યા છે. આ પુરસ્કાર માત્ર ઍક ઍવોર્ડ નહીં, પરંતુ સાધ્વી યશોદા દીદીના સંઘર્ષ, સેવા, સમર્પણ અને સંસ્કારને સમાજ તરફથી આપવામાં આવેલ આત્મીય સન્માન હોવાનું ઉપસ્થિતોઍ જણાવ્યું હતું. ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’ જેવા પ્રેરણાદાયી કાર્યક્રમના આયોજન બદલ નારાયણી સેવા ટ્રસ્ટને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
