Damanganga Times.

Damanganga Times.

September 24, 2026

નમો મેડિકલ કોલેજમાં ૩૭ બેઠકોના કોટા ફેરફાર સામે કોંગ્રેસે તપાસ માંગી

નમો મેડિકલ કોલેજમાં ૩૭ બેઠકોના કોટા ફેરફાર સામે કોંગ્રેસે તપાસ માંગી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૩ ઃ નમો મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માટે ઍમ બી બી ઍસ બેઠકોની ફાળવણીમાં થયેલા ફેરફારને લઈને પ્રદેશ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયા દ્વારા જારી કરાયેલા પ્રેસનોટમાં આક્ષેપ કરાયો છે કે કુલ ૧૭૭ બેઠકોમાંથી ૩૭ બેઠકો ઍન આર આઈ અને મેનેજમેન્ટ કોટામાં મૂકાતા સ્થાનિક ખાસ કરીને ઍસસી /ઍસટી વિદ્યાર્થીઓની તકો પર અસર થશે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ ગત વર્ષે ઝ઼ફણ્ માટે ૬૩અને દમણ-દીવ માટે ૬૨ બેઠકો હતી અને ફય્ત્ કોટા દર્શાવાયો ન હતો, જ્યારે આ વર્ષે ઝ઼ફણ્-૫૫, દમણ-દીવ-૫૫ અને ફય્ત્/મેનેજમેન્ટ-૨૨ બતાવાયું છે. આ ફેરફાર અંગે કોઈ ગેઝેટ નોટિફિકેશન ન હોવાનો અને ચ્ષ્લ્ કોટા લાગુ કરવાના આધાર અંગે સ્પષ્ટતા માંગી છે.
કોંગ્રેસે રૂ.૧૦૦ કરોડના કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, જોકે પ્રેસનોટમાં તેના સમર્થનમાં કોઈ સ્વતંત્ર પુરાવો રજૂ કરાયો નથી. પાર્ટીઍ રાષ્ટ્રપતિ અને લ્વ્ પંચને જાણ કરી તપાસ, પ્રવેશ પર રોક અને ફપ્ઘ્ આદેશો જાહેર કરવાની માંગ કરી છે, નહીંતર ૨૯ સપ્ટેમ્બરે આંદોલનની ચીમકી આપી છે.