ઉમરસાડીની નદીમાં ગઈકાલે લાપતા થયેલાં બાળકનો મૃતદેહ મળ્યો
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૩ ઃ પારડી તાલુકાના ઉમરસારી માછીવાડ ગામમાં તા. ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ દોઢ વર્ષનો બાળક નદીમાં ડૂબી જતા સમગ્ર માછીવાડ ગામમાં શોખ છવાઈ ગયો છે. દોઢ વર્ષના બાળકની શોધખોળ નદીમાં સતત રાત દિવસ તરવૈયાઓ ઍ કરતા આજે તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ સવારે બાળક મળી આવ્યો હતો. ઉમરસાડી માછીવાડના માછીમાર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાદરવી અમાસ પર માછીમારી શરૂ કરતા પહેલાં ધાર્મિક વિધિ કરવામાં આવે છે. મંગળવારે સવારે મોરી ફળિયાના ભક્તજનો લાલજી મહારાજની મૂર્તિને બોટ દ્વારા દરિયામાં સ્નાન કરાવવા લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક બોટના પંખામાં માછીમારીની જાળનું દોરડું ફસાઈ ગયું હતું, જેના કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે પલટી ગઈ હતી. બોટ પલટી તે સમયે દાદીના ખોળામાં બેઠેલું અંદાજે દોઢ વર્ષનું બાળક મોક્ષાર્થ અજય ટંડેલ પાણીમાં સરકી ગયું અને ઊંડા પાણીમાં ડૂબી ગયું હતું બોટમાં સવાર અન્ય લોકોને સ્થાનિક માછીમારોઍ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસના પી.આઈ વાય. બી. ગોહિલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારના બાળકની લાશ મળ્યા બાદ તાત્કાલિક ઍનું પીઍમ કરાવીને પરિવારજનોને બાળકનો મૃતદેહ પારડી પોલીસે સુપ્રત કરી દીધો કરી હતો.
જિલ્લા પંચાયત સદસ્ય પ્રજ્ઞેશભાઈ પટેલની ટીમ સાથે સરપંચ ખુશ્બુબેન ટંડેલની ટીમ અને ચંદ્રપુર લાઈફ સેવર ગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ માંગેલા, તરવૈયાઓની સંપૂર્ણ ટીમ તથા ઉમરસાડી માછીવાડના તરવૈયાઓ તાત્કાલિક દરિયાકિનારે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યુમાં જરૂરી મદદ કરી હતી. તરવૈયાઓની ટીમે રાત દિવસ શોધ ખોળ કરી બાળકને શોધી કાઢ્યો હતો અચાનક બાળકના દરિયામાં પડી જવાના મોતના લીધે સમગ્ર ઉમરસાડી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
