Damanganga Times.

Damanganga Times.

September 24, 2026

વલસાડ–સુરત મેમુ ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી

વલસાડ–સુરત મેમુ ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૩ ઃ દક્ષિણ ગુજરાતના મુસાફરોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન નંબર ૬૯૧૪૯ વલસાડ–સુરત મેમુ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી મુસાફરોની હાલાકીથી વાકેફ કર્યા હતા, જેને પગલે મંત્રાલયે ત્વરિત મંજૂરીની મહોર લગાવી છે.
આ મેમુ ટ્રેન શરૂ થવાથી નવસારી, બિલીમોરા અને અમલસાડ વિસ્તારમાંથી સુરત તરફ નિયમિત અપ-ડાઉન કરતા હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને સુગમ તેમજ સસ્તી મુસાફરીનો સીધો લાભ મળશે.
રેલવે વિભાગ દ્વારા જરૂરી વહીવટી અને તકનીકી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં આ સેવા વિધિવત પાટા પર દોડતી થશે. પ્રજાહિતના આ નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંસદ સી. આર. પાટીલ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.