વાપીની આર. કે. દેસાઈ કોલેજનું ગૌરવ
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા આયોજિત અંબાબા કોમર્સ કૉલેજ, સબરગામ ખાતે હાલમાંજ રમત -ગમ્મત ક્ષેત્રે ઇન્ટર કોલેજ બોક્સિંગ ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત બોકસિંગ સ્પર્ધામાં વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિવિધ કોલેજોના સ્પર્ધકોઍભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી.જેમાં આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના વિધાર્થી સત્યમ રોહિતભાઈ જેના (લ્.ળ્. ગ્ગ્ખ્ )ના વિદ્યાર્થીઍ ત્રીજો ક્રમ (ણુશ્વંઁદ્યફૂ ૃફૂર્ફુશ્ર) પ્રા કર્યો હતો. તેમની આ સિદ્ધિ માટે કોલેજના ફિઝીકલ ઍજ્યુકેશનના અધ્યાપક ડૉ. પ્રફુલભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે ઊંચા સ્તરે પોહચાડવા ઍમનું પ્રોત્સાહન અને તેમની ટ્રેનિંગ આપવા માટે મોટો ફાળો રહ્ના છે.
વિદ્યાર્થીઍ આ સિદ્ધિ મેળવવા બદલ માર્ગદર્શકની મહેનત માટે સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કૅમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી, બી. બી. ઍ વિભાગના હેડ ડૉ. પ્રિન્સી ઠાકુરઍ અભિનંદન પાઠવ્યા હતા.
