Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

મોહના કાવચાલીમાં અગિન્દાહ માટે લાકડાં કાપવા મુદ્દે વિવાદ

મોહના કાવચાલીમાં અગિન્દાહ માટે લાકડાં કાપવા મુદ્દે વિવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૨ ઃ ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામમાં મહિલાના અંતિમ સંસ્કાર માટે લાકડા કાપીને લઈ જવાના મામલે વિવાદ સર્જાતા અંતિમ સંસ્કાર માટે ગામના પાટીલના ખેતરમાંથી લાકડા કાપીને સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતાં. આ અંગે પંગારબારી રેન્જ તરફથી ધરમપુર ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી પ્રા થતાં આ મામલે તાલુકા પંચાયતના સભ્ય  દેવુભાઈ  મોકાસીઍ વન વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો વર્ષોથી પોતાના ખેતરના લાકડાનો ઉપયોગ ચૂલો, રસોઈ તથા અંતિમ સંસ્કાર જેવા ઘરગથ્થુ કામોમાં કરતા આવ્યા છે. અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય અભિગમ અપનાવવાની તેમણે માંગ કરી હતી.

દેવુભાઈ મોકાસીઍ સમગ્ર મામલે લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉકેલ લાવવા તેમજ ગ્રામજનો સાથે કોઈપણ પ્રકારની ગેરસમજ કે વિવાદ ન સર્જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે હકીકતોની તપાસ કરી કાયદેસર રીતે યોગ્ય નિર્ણય લેવા બાબતે જણાવ્યુ હતું.