વલસાડની સેન્ટ જોસેફસ ઈ.ટી. હાઈ.માં ઈનામ વિતરણ સમારંભ યોજાયો
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ ની સેન્ટ જોસેફસ ઈ.ટી. હાઈસ્કૂલ માં ચિત્રકામ તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકો વિદ્યાર્થીઓને પાલિકા કાયદા સમિતિ અધ્યક્ષના હસ્તે ઇનામો ઍનાયત કરવામાં આવ્યા હતા. ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને સુશાસનના સંકલ્પ સાથે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વલસાડ સ્થિત સેન્ટ જોસેફસ ઈ.ટી. હાઈસ્કૂલ મા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને વક્તૃત્વ શક્તિને પ્રોત્સાહન આપવા માટે ચિત્રકામ તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને સમારોહમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ નગરપાલિકાના કાયદા સમિતિના અધ્યક્ષ નિતેશ ઍમ. વશી ના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય યુવા પેઢીના હાથમાં છે અને આવી રચનાત્મક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ તથા રાષ્ટ્રસેવાની ભાવના ખીલે છે. આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
