Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

ડુંગરામાં ભાડુઆતની માહિતી ન રાખતાં ગુનો

ડુંગરામાં ભાડુઆતની માહિતી ન રાખતાં ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૨ ઃ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ડુંગરા પોલીસે ઍક દુકાન માલિક સામે કાર્યવાહી કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચોટલીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે કરવડ ગીગેવ ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ સામે આવેલી ખાતલીયા ટી સ્ટોલની તપાસ કરી હતી. દુકાન માલિક રાહુલભાઈ ગણેશભાઈ ખસતીયા ઉ.વ.૩૦, રહે. કરવડ ગ્રામ પંચાયત પાસે, વાપી ઍ પોતાની દુકાન ભાડે આપી હોવાનું સામે આવ્યું હતું.

પૂછપરછમાં તેમણે ભાડુઆત સાથે કોઈ નોટરાઈઝ ભાડા કરાર કર્યો ન હતો અને ભાડુઆત અંગેની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી કે પોલીસને જાણ કરી ન હતી. જે જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ હોવાથી પોલીસે પંચનામું કરી ગ્ફલ્ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.