Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

ભાઠામાં બાઈકસવાર યુવક પર હુમલો

ભાઠામાં બાઈકસવાર યુવક પર હુમલો


બીલીમોરા, તા.૨૨ ઃ ગણદેવી તાલુકાના કલમઠા ગામના ગામસરા ફળિયામાં રહેતા ફેનીલ રમેશભાઈ પટેલ રવિવારે સાંજે બાઈક પર ભાઠા ગામના લાલી ફળિયામાંથી પસાર થઈ રહ્ના હતાં. દરમિયાન ભાઠા ગામના ફેનીલે બાઈક ઉભી રાખતા યોગેશ દ્વારા છટકાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલો થતો જોઈ ફેનીલે બચાવ માટે હાથ આડા ધરતાં છટકાનો ઘા તેના બંને હાથમાં વાગ્યો હતો, જેના પગલે બંને હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત આરોપીઓઍ ફેનીલનો મોબાઈલ ફોન પણ તોડી નાંખ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત ફેનીલને તાત્કાલિક સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.