Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

દમણ પોલીસના ત્રણ સ્થળે દરોડા ઃ રૂ.૮.૭૭ લાખનો દારૂ જ કર્યો

દમણ પોલીસના ત્રણ સ્થળે દરોડા ઃ રૂ.૮.૭૭ લાખનો દારૂ જ કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૨૨ ઃ દમણમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સંગ્રહ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરતા અલગ - અલગ ત્રણ સ્થળે દરોડામાં પોલીસે કુલ રૂ.૮ લાખ ૭૭ હજાર ૫૬૧ની કિંમતનો દારૂ, બિયર અને ઍક વાહન જ કર્યું છે. 

પ્રથમ કાર્યવાહીમાં કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનની ટીમે પાતલિયા ચેકપોસ્ટ નજીક સરકારી બસની તપાસ દરમિયાન બે વ્યક્તિઓના બેગમાંથી દારૂના ૧૬ બોક્સ ઝડપી પાડ્યા હતાં, જેની કિંમત રૂ. ૫૩ હજાર ૨૧૦ હોવાનું જણાવાયું છે. 

બીજી કાર્યવાહીમાં મોટી દમણના બામણપૂજા મેઈન રોડ પર આવેલી ઍક કરિયાણાની દુકાન અને નજીકના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી દારૂ અને બિયરની કુલ ૧,૦૧૫ બોટલ તથા કેન મળી આવ્યા હતાં. જેની અંદાજિત કિંમત રૂ. ૯૪ હજાર ૩૯૫ છે. પોલીસને જોઈ દુકાનમાં હાજર વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. 

ત્રીજી કાર્યવાહીમાં કચીગામ પોલીસ સ્ટેશનની ટીમે સોમનાથના કેવડી ફળિયામાં નંબર વગરની સુઝુકી ઍક્સેસ મોપેડને અટકાવી તપાસ કરતાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસમાં શાંતિનિકેતન બિલ્ડિંગ સામે આવેલી સાહિલભાઈની ચાલમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ. ૭ લાખ ૯ હજાર ૯૫૬ છે. સાથે રૂ. ૨૦ હજારની કિંમતનું મોપેડ પણ જ કરાયું છે. ત્રણેય કાર્યવાહીમાં જ કરાયેલો દારૂ અને વાહન કાયદેસરની કાર્યવાહી માટે દમણ ઍક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યા છે.