Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

દૂધનીમાં પ્રવાસનનો વિકાસ કેટલો વાસ્તવિક ?

દૂધનીમાં પ્રવાસનનો વિકાસ કેટલો વાસ્તવિક ?


(મનોજ ભંડારી દ્વારા)
વાપી, તા. ૨૨ ઃ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું દૂધનીગામ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના પ્રવાસીઓ માટે ‘મીની કાશ્મીર’ તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર દૂધની ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે, પરંતુ પ્રવાસન સ્થળ તરીકે તેની લોકપ્રિયતાની સામે અહીં ઉપલબ્ધ સુવિધાઓની સ્થિતિ અનેક સવાલો ઉભા કરી રહી છે. દૂધની ખાતે પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્ના છે. ખાસ કરીને મહિલાઓ માટે શૌચાલય અને યુરિનલ જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી સાધનો અને વ્યવસ્થાઓનો પણ અભાવ જોવા મળતો હોવાના આક્ષેપો થઈ રહ્ના છે.
પ્રવાસન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું મકાન પણ હાલમાં ઉપયોગ વિના ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્નાં છે. પ્રવાસીઓને સુવિધા આપવાના હેતુથી ઉભી કરાયેલી મિલકતની આવી સ્થિતિ સામે પણ તંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્ના છે.
બીજી તરફ દૂધની ગામ પંચાયત દ્વારા પ્રવાસીઓ પાસેથી વાહન ર્પાકિંગ માટે ફી વસૂલવામાં આવે છે. પરંતુ ર્પાકિંગના બદલામાં પ્રવાસીઓને કેટલી અને કેવી સુવિધા આપવામાં આવે છે તે મુદ્દે પણ સ્પષ્ટતા જરૂરી બની છે. સૌથી ગંભીર બાબત દૂધની જળાશયમાં બોટિંગ દરમિયાન પ્રવાસીઓની સલામતીને લઈને સામે આવી રહી છે. ઊંડા પાણીમાં બોટિંગ માટે જરૂરી નિયમો અને સુરક્ષા વ્યવસ્થાઓનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્ના છે. પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા નિયમોની કડક અમલવારી કરવી જરૂરી છે.
દૂધની અને કોચા ગામ વચ્ચે અવરજવર કરવા માટે અગાઉ બોટનો સહારો હતો જે અંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના પ્રવાસન વિકાસને નવી દિશા મળશે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેવી અપેક્ષા હતી. પરંતુ બ્રિજ બન્યા બાદ પણ જો પ્રવાસન સ્થળ પર પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ ન હોય તો માત્ર માળખાકીય વિકાસથી ટુરિઝમને કેટલો લાભ થશે તે મોટો પ્રશ્ન છે.
ઍક સમયે પ્રવાસીઓથી ધમધમતું દાનહનું દૂધનીગામ હવે યોગ્ય સુવિધાઓના અભાવે પોતાની પ્રવાસન ક્ષમતા ગુમાવી રહ્નાં હોવાની લાગણી પ્રવાસીઓમાં જોવા મળી રહી છે. પ્રવાસન સ્થળની જાળવણી, સ્વચ્છતા, શૌચાલય, ર્પાકિંગ, બોટિંગ દરમિયાન સુરક્ષા તથા અન્ય પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે. પ્રવાસીઓની માંગ છે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરાવી પ્રવાસન વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને દૂધની ખાતે જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. કુદરતે આપેલા આ અદભૂત પ્રવાસન સ્થળને માત્ર નામ પૂરતું ‘મીની કાશ્મીર’ રાખવાને બદલે જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે ફરી ઍકવાર વિકસાવવામાં આવે તેવી બહાર ગામના પ્રવાસીઓમાં માંગ ઉઠી રહી છે.