Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

વાપીમાં અકસ્માતમાં પત્નીનું મોત, પતિ અને પુત્રને ઈજા

વાપીમાં અકસ્માતમાં પત્નીનું મોત, પતિ અને પુત્રને ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૨ ઃ વાપી કટારીયા મોટર પાસે સલવાવ બ્રિજ નજીક હાઈવે  પર થયેલા અકસ્માતમાં ઍક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ અને પુત્ર ઈજાગ્રસ્ત થયા હતાં. આ મામલે વાપી ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી પ્રવિણભાઈ બાલુભાઈ કોળી પટેલ (ઉ.વ.૫૫, રહે. ડુંગરી બેરવાડ ફળિયા, ઉદવાડા આર.ઍસ., તા. પારડી) ઍ જણાવ્યું કે તા.૧૯/૦૯/૨૦૨૬ના રોજ રાત્રે તેઓ વાપી સુલપડપોતાનાં સાસરેથી તેમની ઍક્ટિવા નં. ઞ્થ્-૧૫-ચ્ઘ્-૩૮૮૮ પર પત્ની મિતાલીબેન (ઉ.વ.૪૫) સાથે ઘરે જતાં હતાં. સાથે પુત્ર વંશ પણ હતો. રાત્રે ૯ઃ૩૦ વાગ્યે વાપી  સવલાવ બ્રિજ ચઢતા પહેલા મુંબઈથી સુરત તરફ જતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે ઍક્ટિવાને ટક્કર મારી હતી.

અકસ્માતમાં ત્રણેય રોડ પર પટકાયા હતાં. પ્રવિણભાઈને હાથ-પગમાં ઈજા થઈ હતી. જ્યારે મિતાલીબેનને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેમને વાપી હરિયા હોસ્પિટલના ત્ઘ્શ્માં દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

પ્રવિણભાઈઍ જણાવ્યું કે અકસ્માત બાદ આરોપી વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં ભોગ બનેલી મહિલા વાપી નગરપાલિકાના ભાજપના  માજી કાઉન્સિલર  મહેશભાઈ પટેલની બહેન હતી. ઘાટની જાણ થતાં તેમના સ્નેહી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનામાં પોલીસે હિટ ઍન્ડ રનનો ગુનો નોંધી સીસી ટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. આગામી દિવસમાં આરોપી વાહન ચાલક ઝડપાઈ જવાની શક્યતા છે.