Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

વલસાડ ઔરંગા નદી પર ઓવરબ્રિજનું કામ કરતાં કામદારોની સુરક્ષા મુદ્દે પ્રશ્નાર્થ

વલસાડ ઔરંગા નદી પર ઓવરબ્રિજનું કામ કરતાં કામદારોની સુરક્ષા મુદ્દે પ્રશ્નાર્થ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૨ ઃ વલસાડ શહેરના કૈલાસ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કરોડો રૂપિયાના જંગી ખર્ચે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્નાં છે. બ્રિજની ઊંચાઈ પર કામ કરી રહેલા શ્રમિકો કોઈપણ જાતના સલામતીના સાધનો (સેફટી ગિર્ય) વિના જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્ના છે.

ઊંચા પિલર અને સ્લેબ પર કામ કરતા શ્રમિકો પાસે સેફટી બેલ્ટ (હાર્નેસ), હેલ્મેટ, સેફટી નેટ કે ગ્લોવ્ઝ જેવા મૂળભૂત સુરક્ષા ઉપકરણોનો સદંતર અભાવ જોવા મળે છે. શ્રમ કાયદા અને સરકારી બાંધકામ નિયમો અનુસાર, ચોક્કસ ઊંચાઈ પર કામ કરતા દરેક શ્રમિક માટે સુરક્ષા સાધનો ફરજિયાત હોય છે, છતાં અહીં તમામ નિયમો નેવે મૂકી દેવાયા છે. આ મામલે સ્થાનિક નાગરિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. લોકોનું કહેવું છે કે, જો અચાનક સંતુલન બગડવાથી કોઈ શ્રમિક નીચે પટકાય કે કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને, તો તેનો જવાબદાર કોણ કામ સોંપનાર સરકારી ઍજન્સી, સુપરવિઝન કરતા અધિકારીઓ કે નફો રળી લેવા માગતો કોન્ટ્રાક્ટર સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં દુર્ઘટના બન્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર ઍકબીજા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી લેતા હોય છે.