પારડી ન.પા. દ્વારા વોર્ડ વાઈઝ સફાઈ અભિયાન હાથ ધરાયુ
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા શહેરમાં દર મહિને વોર્ડ વાઇસ સફાઈ અભિયાનનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપ પારડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ અને પાલિકાના સફાઈ કામદારોઍ સાથે મળીને વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું પારડીમાં સ્વચ્છતાના પ્રસાર અને લોકજાગૃતિ માટે નગરપાલિકા દ્વારા ઍક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગ પારડી પોલીસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું આ મહત્વપૂર્ણ અભિયાનમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખભેખભો મિલાવીને જોડાયા હતા. પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય.બી. ગોહિલ અને પોલીસ સ્ટાફે પણ આ સફાઈ યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ ચીફ ઓફિસર કોમલબેન, નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સીટી મેનેજર ભૂમિ પટેલ, ઍમ.આઈ.ઍસ. વિજલબેન લાડ, સુપરવાઈઝર પંકજ ગરણીયા અને તેમની સમગ્ર સફાઈ ટીમ સક્રિયપણે જોડાઈ હતી.
સફાઈ કામગીરી પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતાની પૂરતી ચોકસાઈ રાખવા માટે ડીડીટી પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી રોગચાળો અટકાવી શકાય અને આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
