Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

માય ફ્રેન્ડ ગણેશા ઃ સેલવાસમાં ગણેશ વિસર્જન ન કરવા બાળક ડુસ્કે ડુસ્કે રડતા સૌ ભાવવિભોર બન્યા

માય ફ્રેન્ડ ગણેશા ઃ સેલવાસમાં ગણેશ વિસર્જન ન કરવા બાળક ડુસ્કે ડુસ્કે રડતા સૌ ભાવવિભોર બન્યા


નાના છોકરાઓને ઍક ફિલ્મ આવી હતી માય ફ્રેન્ડ ગણેશા જેમાં ગણેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓને ગણેશજી સાથે જે લગાવ થઈ જાય છે ઍ દર્શાવવામાં આવ્યો હતો. ઍ વાસ્તવિક જિંદગીમાં પણ સાચે સાચ જોવા મળતો હોય છે. આવો જ ઍક બનાવ સેલવાસમાં દમણગંગા નદી કિનારે ગણેશજીની નાનકડી પ્રતિમાના વિસર્જન સમયે જોવા મળ્યો હતો. ઍક નાનો ગણેશજીનો ફ્રેન્ડ કેમ ઍ કરીને વિસર્જન કરનારા તરવૈયાઓને પોતાની મૂર્તિ આપવા તૈયાર ન હતો. ગમે તેમ કરીને અંતે ઍને સાથે લઈ જઈ મૂર્તિનું વિસર્જન તો કર્યું પરંતુ મૂર્તિ વિસર્જિત કરીને પરત ફરતી વખતે પણ આ નાનકડા ફ્રેન્ડના આંખોમાંથી આંસુ સુકાતા ન હતાં અને ફરી ફરીને ગણેશજીને જાણે પાછો બોલાવી રહ્ના હતો. ગણેશ વિસર્જનની સૌથી સાચુકલી, સંવેદનશીલ અને સાચી તસવીર મોટી મોટી પ્રતિમા સ્થાપિત કરી લખેલું નાણાં ખર્ચે ડીજેના અને ફિલ્મી ગીતોના વલ્ગર ઘોંઘાટ વચ્ચે ક્યાંક તો નશાની હાલતમાં આવીને પણ પોતાને ગણેશ ભક્ત ગણાવનાર આયોજકોને તમાચા બરાબર ગણાય ઍમ છે.