ઉમરસાડી માછીવાડમાં સમુહ સત્યનારાયણ કથા યોજાઈ
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં સીમેન મંડળ દ્વારા સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાં શ્રી સીમેન મંડળ સંચાલિત ગોલ્ડન ફળિયાના નેજા હેઠળ સમૂહ સત્યનારાયણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દરેક ફળિયામાંથી ઍક -ઍક તથા આયોજન કરનાર ગોલ્ડન ફળિયામાંથી બે કપલને યજમાન પદે કથામાં બેસાડવામાં આવ્યા હતા આ ગામમાં લગભગ ૯૦ ટકા લોકો સીમેન વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો જોવા મળે છે અને નવ મહિનાઓ સુધી કુટુંબ ફેમિલી થી દૂર રહી વિદેશમાં ગમન કરે છે જેઓના રક્ષણ કાજે દર વર્ષે સમૂહ સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવામાં આવે છે. સાથે સમગ્ર ગામમાં સુખ શાંતિ બની રહે ઍવા આશય પણ છુપાયેલા જોવા મળે છે. સીમેન ભાઈઓ વિદેશથી પરત ફર્યા બાદ ઘરે, કુળદેવીના મંદિરમાં, લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં તથા જલારામ બાપાના મંદિરમાં અચૂક સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હોય છે.
આ કથાનો લાભ લેવા માટે શ્રી માછી મહાજનપંચના હોદ્દેદારો ગામના આગેવાનો વડીલ બંધુઓ, નવયુવાનો, સીમેન મંડળના સભ્યો, પરિવારજનો તથા સમગ્ર ગામના ભાવિક ભક્તોજનો ઉપસ્થિત રહ્ના હતા. ભૂદેવોના મંત્રોચ્ચાર થકી વિવિધ પ્રકારની વિધિ, પૂજા અર્ચના કરી સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી અંતે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. આરતી પત્યા બાદ પધારેલા તમામે દર્શન કરી પ્રસાદ લઈ ધન્ય થયા હતા. આ વર્ષે સીમેન મંડળ તરફથી કથાની સંપૂર્ણ જવાબદારી ગોલ્ડન ફળિયાના ભાઈઓઍ નિભાવી હતી સતત ૩૧ ઍકત્રીસ વર્ષથી આજ પર્યંત સીમેન મંડળ ઍના ધ્યેય અને લક્ષ્યાંક થી વિચલિત થયા વિના મક્કમ ગતિઍ આગળ વધી રહ્નાં છે અને પ્રગતિના નવા નવા સોપાનો તરફ અગ્રેસર રહી સમાજના વિવિધ ક્ષેત્રોમાં પણ વિકાસલક્ષી યોગદાન આપી રહ્નાં છે સીમેન મંડળના પ્રમુખ ક્રિષ્નાભાઈ વી. ટંડેલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ ઍમ. ટંડેલ, મંત્રી રામચંદ્રભાઇ ઍમ. ટંડેલ, સહમંત્રી કમલેશભાઈ ડી. ટંડેલ તથા ખજાનચી મનુભાઈ બી. ટંડેલ તેમજ સમગ્ર ગોલ્ડન ફળિયાના સહિયારા પ્રયાસો થકી સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન થઈ હતી.
