વાપીથી પીઍમ મુદ્રા યોજનાની લાભાર્થી તબીબે દિલ્હી સંવાદમાં ભાગ લીધો
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વાપી, તા.૨૨ ઃ કેન્દ્ર સરકાર દ્વારા નવોદિત સાહસિકો, ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને તેમની કારકિર્દીમાં મદદરૂપ થવાના હેતુથી ચલાવાઇ રહેલી પીઍમ મુદ્રા યોજના દેશભરમાં અનેક માટે ઉપયોગી નીવડી રહી છે. આ પી.ઍમ. મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તાજેતરમાં દિલ્હીમાં ઍક સંવાદ યોજ્યો હતો અને તેમના આ યોજના થકી થયેલા લાભ અને અનુભવ અંગે જાણકારી મેળવી હતી. સમગ્ર દેશમાંથી પી.ઍમ. મુદ્રા યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ પૈકી પસંદગીના લાભાર્થીઓને નિર્મલા સીતારામન સાથે દિલ્હીમાં સંવાદ કરવાની તક મળી હતી. જેમાં વાપીના ટુકવાડા ખાતે ઍસ.કે. ડેન્ટલ ક્લિનિક ચલાવતા ડો. તેજસ્વીની કમલેશ પટેલની પણ પસંદગી થઈ હતી. તેમણે દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી સાથે પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે તેમને વાપીની સ્ટેટ બેîક અોફ ઈન્ડિયા શાખામાંથી વડાપ્રધાનની પીઍમ મુદ્રા યોજના પી.ઍમ.ઍમ.વાય અંગે જાણકારી મળી હતી. ઈ.સ.૨૦૨૪માં બીડીઍસ કર્યા પછી પોતાનું ડેન્ટલ ક્લિનિક શરૂ કરનાર ડો. તેજસ્વીની તે માટે ઇક્વિપમેન્ટ અને ડેન્ટલ ચેર જરૂર હતી આ માટે તેમણે પીઍમ મુદ્રા યોજના હેઠળ રૂ. ૪.૭૫ લાખના ભંડોળ માટે ઍસબીઆઈમાં જાન્યુઆરી ૨૦૨૪માં અરજી કરી હતી જે તરત જ મંજૂર થઈ ગઈ હતી. અને આ યોજના હેઠળ નાણા ભંડોળ પ્રા થતાં આઠમી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ તેમણે ટુકવાડામાં પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હતું. આજે તેમનું ક્લિનિક સફળતાપૂર્વક ચાલી રહ્નાં હોવાની માહિતી પણ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સમક્ષ રજૂ કરી હતી અને આ યોજના માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો.
