પારડી પંથકના શ્રીજી મંડળોની સાંસદ ધવલભાઈ પટેલે મુલાકાત લીધી
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી પંથકમાં આવેલ મંડળોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વલસાડ ડાંગ બેઠકના સાંસદ ધવલભાઇ પટેલ દરેક મંડળમાં ગયા હતા અને શ્રીજીના દર્શન કર્યા હતા તથા ભક્તોને મળ્યા હતા દરેક મંડળોમાં ઍમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો તેઓઍ વિકસિત ભારત ના સંકલ્પ સાથે પારડીના દરેક કાર્ય દરેક સમાજ સાથે મળીને ઍકતા પૂર્વ કરવા માટે લોકોને વચન આપ્યું હતું પારડી બાલાખાડી ના રાજા પારડી ભંડાર વાડ ચાર રસ્તા ચ રાજા ઓમકાર મંડળ જૂની શાકભાજી મંડળી રાણા સમાજ મંડળ સૌરભ મંડળ કંસાર વારમંડળ બ્રહ્મદેવ મંડળ સરકાર મંડળ શ્રી પટેલ સ્ટ્રીટ કહારવાડ દમણી ઝાપા ત્રણ રસ્તા અને ગજાનન રેસીડેન્સીમાં પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા ઍમની સાથે છેલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ ભાજપ ના સિલ્પેશભાઈ દેસાઈ અને ભાજપના હોદ્દેદારો જોડાયા હતા.
તેઓ દરેક મંડળમાં ગયા હતા અને શ્રીજીના દર્શન કરી ભવ્ય પડ્યા હતા તથા હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયાના જય જય કારા ભક્તોને કરાવ્યા હતા.
ઍમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને આપણે દરેકે સાથે મળી દરેક સમાજને સાથે રાખી પૂર્ણ કરીશું તેઓઍ પારડીના સંપૂર્ણ વધુને વધુ વિકાસ માટે સાથે મળીને કામ કરશું અને વધુ વિકસિત કરશું ઍવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વચન આપ્યું હતું.
દરેક મંડળ દ્વારા બનાવવામાં આવેલ ડેકોરેશનના તેઓઍ વખાણ કર્યા હતા. દમણી ઝાપા મંડળમાં વિકસિત ભારતની રંગોલીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સુધી પહોંચાડવા તેઓઍ બહેનોને વચન આપ્યું હતું.
