Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

જિલ્લા-સંઘપ્રદેશમાં અડધો ઈંચ ઝરમર વરસાદ

જિલ્લા-સંઘપ્રદેશમાં અડધો ઈંચ ઝરમર વરસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ ઍક તરફ અલનીનો નામની ભૌગોલિક ઘટનાને કારણે હવામાન અને સિઝન અનિયમિત વર્તાઈ રહી છે ચોમાસામાં પણ કયાંક વરસાદ તો કયાંક ઉઘાડ જેવી સ્થિતિ વચ્ચે રાજયમાં અત્યારસુધીના વરસાદ કરતાં સરેરાશ ૧૧ ટકા જેટલો અોછો વરસાદ નોîધાયો છે. ત્યારે ફરીથી વરસાદના ઝાપટાંનો અનુભવ આજે જિલ્લા સંઘપ્રદેશમાં લોકોને વર્તાયો હતો.

વલસાડ જિલ્લામાં છેલ્લા ઍક અઠવાડિયાથી વરસાદે વિરામ લેતાં લોકો અસહ્ના ગરમી અને ભારે બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, આજરોજ બપોરના સુમારે વાતાવરણમાં ઍકાઍક પલટો આવ્યો હતો.

બપોરે અચાનક આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સુસવાટા મારતા ઠંડા પવન સાથે ગાજવીજ શરૂ થઈ હતી. જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકના વાતાવરણમાં પ્રસરેલી ગરમી ગાયબ થઈ ગઈ હતી અને સર્વત્ર શીતળતા પ્રસરી ગઈ હતી. અસહ્ના ઉકળાટ સહન કરી રહેલા નગરજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઉભેલા ડાંગર તેમજ વિવિધ શાકભાજીના પાક મુરઝાઈ રહ્ના હતા. સમયસર વરસેલા વરસાદથી આ પાકને નવું જીવતદાન મળ્યું છે, જેના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આજે જિલ્લા કંટ્રોલ તરફથી પ્રા આકડાં મુજબ સમગ્ર જિલ્લામાં બપોરે ૧૨ થી ૪ કલાક દરમ્યાન છૂટો છવાયો વરસાદ નોîધાયો હતો. તાલુકા મુજબ જાઈઍ તો વલસાડમાં ૪ મીમી, ધરમપુરમાં સૌથી વધુ ૩૦ મીમી, નાનાપોîઢામાં ૨૫ મીમી, કપરાડામાં ૧૮ મીમી, વાપીમાં બે મીમી, જયારે ઉમરગામમાં ૦ મીમી વરસાદ નોîધાયો હતો. ઍટલે કે જિલ્લામાં ખાસ કરીને પૂર્વ પટ્ટીના ધરમપુર, કપરાડા અને નાનાપોîઢા વિસ્તારમાં વરસાદ નોîધાયો હતો. કુલ સરેરાશ વરસાદ ૧૧.૫૭ મીમી ઍટલે કે અડધો ઈંચ નોîધાયો હતો. સમગ્ર જિલ્લાનો સરેરાર વરસાદ ૧૧૯ ઈંચ પર પહોîચ્યો છે.