વલસાડની કોમર્સ કોલેજમાં દીવડા પ્રગટાવી ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 22 September, 2026
વલસાડ, તા. ૨૧ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તથા તેમના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા અને સમર્પણના ૨૫ વર્ષની ભાવના સાથે શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડ માં ઍન.ઍસ.ઍસ. અને ઍન.સી.સી.ના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદના દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઍન.ઍસ.ઍસ. તથા ઍન.સી.સી.ના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂલો અને દીવાઓથી સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પ્રગટાવવામાં આવેલા દીવાઓથી સમગ્ર કોલેજ કેમ્પસ ઝગમગી ઊઠ્યું હતું અને ભક્તિમય તથા રાષ્ટ્રભાવનાથી ભરપૂર વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પ્રસંગે કોલેજના સ્ટાફ સભ્યો સહિત ઍન.ઍસ.ઍસ. અને ઍન.સી.સી.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. સૌઍ સાથે મળીને દીવા પ્રગટાવી સેવા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી હતી.
