Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

નવસારી જિલ્લામાં શેરી નાટકો દ્વારા ઍક માસ સુધી ‘નમો સેવા અનકહી કહાની’ પહોîચાડાશે

નવસારી જિલ્લામાં શેરી નાટકો દ્વારા ઍક માસ સુધી ‘નમો સેવા અનકહી કહાની’ પહોîચાડાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૧ ઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘નમો સેવા અનકહી કહાની’ શીર્ષક હેઠળ ખાસ શેરી નાટક શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવસારી મહાનગરપાલિકા સહિત જિલ્લાના વિવિધ સ્થળોઍ આ શેરી નાટકો રજૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિવિધ સ્થળોઍ શેરી નાટકો દ્વારા નાગરિકો સુધી કલ્યાણકારી સંદેશો પહોંચાડવામાં આવશે.

‘નમો સેવા અનકહી કહાની’ શીર્ષક હેઠળ રજૂ થનારા આ શેરી નાટકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સેવાભાવના, સામાજિક જવાબદારી અને પ્રેરણાદાયી જીવનમૂલ્યો અંગે જાગૃતિ લાવવાનો છે. શેરી નાટક જેવા સરળ અને અસરકારક માધ્યમ દ્વારા જનસામાન્ય સુધી સેવાભાવના અને કલ્યાણકારી સંદેશાઓ પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.

આ સમગ્ર અભિયાન દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકોનું આયોજન કરી વધુમાં વધુ નાગરિકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માધ્યમથી લોકોમાં સેવા, સહકાર અને સકારાત્મક સામાજિક મૂલ્યો અંગે જાગૃતિ કેળવાય તે માટે આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.