Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

કપરાડા કોંગ્રેસે વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન અપાયું

કપરાડા કોંગ્રેસે વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૧ ઃ કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના આદિવાસી, ખેડૂત, મજૂર અને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મામલતદાર મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં વન અધિકાર અધિનિયમ હેઠળ પેન્ડિંગ દાવાઓનો નિકાલ, વર્ષોથી સરકારી જમીન ખેડતા ખેડૂતોને હક્ક આપવા, પાકના યોગ્ય ભાવ, પાકવીમો, ખેતી ધિરાણ તથા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા, અસ્ટોલ યોજનાની ખામીઓ સુધારવા, જંગલી પ્રાણીઓથી થતા પાક નુકસાનનું વળતર, પૂરતો યુરિયા જથ્થો, ૭૦(બી)ના પેન્ડિંગ કેસોનો નિકાલ તેમજ સર્પદંશની સારવારને આયુષ્માન કાર્ડમાં સમાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ તુમડા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.