Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

વલસાડમાં ભુલકાઅો દ્વારા ભાવુક ગણેશ વિસર્જન

વલસાડમાં ભુલકાઅો દ્વારા ભાવુક ગણેશ વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ સમગ્ર રાજ્ય સાથે વલસાડ પંથકમાં પણ ગણેશોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો રહ્ના છે. ગણેશ સ્થાપનાથી લઈને પૂજા-અર્ચના, થાળ અને મહાપ્રસાદ સુધી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, વિસર્જનના પાવન અવસરે વલસાડની ઔરંગા નદીના તટે ઍક ઍવો હૃદયસ્પર્શી નજારો સામે આવ્યો હતો. જેણે ત્યાં ઉપસ્થિત દરેક શ્રદ્ધાળુની આંખો ભીની કરી દીધી હતી.

વલસાડ શહેરના તરીયાવાડ વિસ્તારમાં રહેતા અને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંના પરિવાર દ્વારા ઘરે  સ્થાપિત કરાયેલા બાળ ગણેશની પ્રતિમાનું વિસર્જન વાજતે-ગાજતે ઔરંગા નદીમાં કરવા લઈ જવામાં આવ્યું હતું. પરિવારના અન્ય બાળકો સાથે તેમની નાનકડી પૌત્રી પણ પોતાના નાજુક હાથોમાં પ્રેમથી ‘બાળ ગણેશ’ને લઈને વિસર્જન સ્થળે પહોંચી હતી.

પરંતુ જ્યારે બાપાને જળમાં પધરાવવાની ક્ષણ આવી, ત્યારે આ માસૂમ બાળકીનો ગણપતિ બાપા પ્રત્યેનો અખૂટ અને નિષ્કપટ સ્નેહ છલકાઈ ઊઠ્યો હતો. બાળકીઍ બાપાની મૂર્તિને પોતાના હાથેથી છોડવાની સાફના પાડી દીધી હતી અને જીદ પકડી હતી કે બાપાને ઘરે જ રાખવા છે. બાળહઠ અને બાપા પ્રત્યેનો આટલો લગાવ જોઈને પરિવારજનો પણ ભાવવિભોર થઈ ગયા હતાં.

આખરે માતા-પિતા અને નાનાઍ ઘણી સમજાવટ કરી અને  ૅબાપા આવતા વર્ષે વહેલા આવશે. તેમ કહી આશ્વાસન આપ્યા બાદ, બાળકીઍ ભારે હૈયે અને ભીની આંખે બાપાની મૂર્તિનું વિસર્જન કરવા દીધું હતું. આ ક્ષણે નદી કિનારે હાજર રહેલા અન્ય ગણેશભક્તો પણ બાળકીની નિખાલસ ભક્તિ જોઈ અવાચક બની ગયા હતાં અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું.