દમણના ડાકઘરમાં સુકન્યા દીદી દ્વારા ૧૫૦ ખાતા શરૂ કરવામાં આવ્યા
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષિકા પટેલના પ્રયાસોથી ૧૫૦ બાલિકાઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સોમનાથ ઝ઼.ત્.ખ્. ખાતે ૧૫૦ બાલિકાઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષિકા પટેલ દ્વારા અગાઉ ૨ વર્ષ પહેલા પણ દમણમાં ઘરે-ઘરે જઈ લોકોને સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૪૫૦ થી વધુ બાલિકાઓના ખાતા શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વલસાડ ડિવિઝન પોસ્ટ ઓફિસના અધિક્ષક જયેશ વશી, પોસ્ટ ઓફિસ ના પબ્લિક રિલેશન ઇન્સ્પેક્ટર ઉમેશ માહ્નાવંશી,કેયુર વાગેલા, ઝ઼.ત્.ખ્.ના પ્રમુખ પવન અગ્રવાલ, ઉપપ્રમુખ આર.કે.શુક્લા સહિત અનેક આગેવાનો, વાલીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્ના હતા.
