કપરાડા તાલુકામાં નેટવર્ક સમસ્યા નિવારો ઃ કોîગ્રેસ
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા ૨૧ ઃ આજ રોજ કપરાડા ખાતે વલસાડ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જેન.જી.અને કિસાન અધિકાર યાત્રા કપરાડા તાલુકાની યાત્રા અંતર્ગત અંતર્ગત ગામોમાં ફરી મામલતદાર કચેરીઍ પહોંચી કપરાડા તાલુકાના તમામ ગામોમાં નેટવર્ક સમસ્યાનું નિરાકરણ, આદિજાતિના દાખલામાં સરળતા, કેરીની નુકશાનીમાં સહાય પેકેજ નક્કી કરવું સહીતિના મુદ્દે આવેદન પત્ર અપાયું હતું.
જિલ્લા કોગ્રેસ પ્રમુખ કિશન પટેલે પત્રકારોને જણાવ્યુંકે ભાજપના શાસનમાં આદિવા સીઓને વન અધિકાર નથી મળ્યું, યુવાનોને રોજગારી નથી મળી, આદિજાતિના દાખલા માટે ત્રણ ત્રણ પેઢીના દાખલા મંગાઈ છે, સેટેલાઈટ માંપણીથી ખેડુત મુશ્કેલીમાં છે. કિસાન પાક વીમા યોજનાનો ગુજરાતમાં અમલ ન થવો,ઍ.પી.ઍમ.સી.માં પાકના યોગ્ય ભાવો ન મળવા, યુરીયાનો પૂરતો જથ્થો ન મળવો, બેંક, સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ધીરાણ મેળવવામાં મુશ્કેલી, કપરાડા તાલુકાના તમામ ગામોમાં નેટવર્ક સમસ્યાનું નિરાકરણ, આદિજાતિના દાખલામાં સરળતા, કેરીની નુકશાનીમાં સહાય પેકેજ નક્કી કરવું, ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળવા સહીતિના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા કોગ્રેસ પ્રમુખ હરેશ પટેલ, જિલ્લા કોગ્રેસ ઉપ પ્રમુખ વસંત પટેલ, કોગ્રેસ યુવા મહિલા આગેવાન કુંજાલી પટેલ, તાલુકા કોગ્રેસ પ્રમુખ હરેશ પટેલ, કપરાડા યુવા આગેવાન ઇશ્વર તુમડા ઉપસ્થિત રહી્યા હતા.
