Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

દમણમાં સાવંત પરિવારે ૧૭૮માં વર્ષે ગૌરી-ગણેશની સ્થાપના કરી

દમણમાં સાવંત પરિવારે ૧૭૮માં વર્ષે ગૌરી-ગણેશની સ્થાપના કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ ગણેશોત્સવમાં ભવ્યતા અને આડંબર વચ્ચે આજે પણ ઍક પરિવાર ૧૭૮ વર્ષથી સાદગી અને ભક્તિપૂર્વક ગૌરી-ગણેશની સ્થાપના કરી પરંપરા જાળવી રહ્ના છે. મૂળ ઉમરગામ તાલુકાના પાલીધુયા ગામના અને હાલ મોટી દમણ ખાતે રહેતા સાવંત પરિવારની આઠમી પેઢીઍ પણ આ પરંપરા જાળવી રાખી છે. સાવંત પરિવારના કિરણભાઈ સાવંતના જણાવ્યા મુજબ, પેશ્વાઈ સમય દરમિયાન તેમના પૂર્વજ વિશ્રામ માધવરાવ સાવંતે પાલીધુયા નજીક આવેલા ઇન્દ્રગઢ કિલ્લા ખાતે ગૌરી-ગણેશ સ્થાપનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા આશરે ૬૫ વર્ષ સુધી ત્યાં ઉત્સવ ઉજવાયો હતો. બાદમાં વાપીના ઝંડા ચોક અને કબ્રસ્તાન રોડ વિસ્તારમાં પરિવાર સ્થાયી થતાં ત્યાં પણ ૧૧૩ વર્ષ સુધી આ પરંપરા ચાલુ રહી હતી. હાલ સાવંત પરિવારના સભ્યો મોટી દમણમાં રહે છે, જ્યાં છેલ્લા ૧૩ વર્ષથી ગૌરી-ગણેશની સ્થાપના કરવામાં આવે છે.
રામચંદ્ર ગોવિંદ સાવંત, કિરણ રામચંદ્ર સાવંત, મહેન્દ્ર રામચંદ્ર સાવંત અને ત્યારબાદ તેમની આઠમી પેઠીના સંજય સાવંત, રાજ સાવંત અને આનંદ સાવંત સહિત પરિવારજનો આઠમી પેઢીઍ પણ કોઈ ભપકા કે જલસા વિના ભક્તિભાવથી ઉત્સવ ઉજવે છે.