Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

સેલવાસમાં યુટીટી પ્રથમ સ્તરની ટેબલ ટેનિસ રેન્કિંગ ટુર્ના. યોજાઈ

સેલવાસમાં યુટીટી પ્રથમ સ્તરની ટેબલ ટેનિસ રેન્કિંગ ટુર્ના. યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૧ ઃ  દમણ અને દીવ ટેબલ ટેનિસ ઍસોસિઍશન દ્વારા શ્વ્વ્ પ્રથમ યુટી સ્તરીય ટેબલ ટેનિસ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ સિલવાસા લાયન્સ સ્કૂલ પરિસરમાં કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (વ્વ્જ્ત્) સાથે સંલગ્ન ઍસોસિઍશન દ્વારા આયોજિત આ બે દિવસીય ટુર્નામેન્ટમાં ૮૦થી વધુ ખેલાડીઓઍ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં બાળકા, બાળકી, પુરુષ અને મહિલા વર્ગ સહિત કુલ ૧૨ અલગ-અલગ કેટેગરીમાં ખેલાડીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીમાં યોજાયેલા મુકાબલાઓમાં ખેલાડીઓઍ શાનદાર રમતનું પ્રદર્શન કરી રોમાંચક સ્પર્ધા સર્જી હતી. આ ટુર્નામેન્ટના પરિણામના આધારે વિવિધ કેટેગરીમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ આગામી મહિનાઓમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. જેના કારણે સ્થાનિક ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની મહત્વપૂર્ણ તક મળશે.
સમાપન સમારોહમાં ઍસોસિઍશનના મહાસચિવ જયેશ જોશીઍ તમામ ખેલાડીઓને તેમના ઉત્સાહપૂર્ણ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ કેટેગરીના વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ ઍનાયત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તમામ કેટેગરીમાં કુલ ૪૦ હજાર રૂપિયાની રોકડ પુરસ્કાર રકમ પણ આપવામાં આવી હતી.
જયેશ જોશીઍ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં સહયોગ બદલ દાદરા અને નગર હવેલી ટેબલ ટેનિસ ઍસોસિઍશનના હોદ્દેદારો, અધિકારીઓ અને તમામ સ્પોન્સરોનો આભાર માન્યો હતો. તેમણે સિલવાસા લાયન્સ સ્કૂલના સંચાલનનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.