Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

ધોડીપાડામાં સેવાસેતુ કાર્યર્ક્રમ યોજાયો

ધોડીપાડામાં સેવાસેતુ કાર્યર્ક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૧ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તથા તેમના પ્રશ્નો અને જરૂરીયાતોનું સ્થળ પર જ નિરાકરણ થાય તેવો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા અને દસ્તાવેજો અંગે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. જનસેવાને કેન્દ્રમાં રાખીને સરકારની યોજનાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસથી સેવા, સંકલ્પ અને સમર્પણની ભાવનાને વધુ મજબૂતી મળી હતી.