દમણની શ્રીનાથજી સ્કુલ અને કોલેજ હિન્દી પખવાડિયામાં ઝળકી
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ દમણના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી પખવાડાનું આયોજન કરાયું હતું જેમાં કોલેજ કેટેગરીમાં નિબંધ લેખન સ્પર્ધામાં પહેલું ઇનામ શ્રીનાથજી ગૃપ ઓફ કૉલેજની વિદ્યાર્થીની અનુ ધીરેન્દ્ર સિંહ ( લ્ળ્ગ્ઘ્ૃં), બીજું ઈનામ શ્રીનાથજી ગૃપ ઓફ કૉલેજની વિદ્યાર્થીની મુસ્કાન મુકેશભાઈ પટેલ (જ્ળ્ગ્ગ્ખ્),ત્રીજું ઈનામ શ્રીનાથજી ગૃપ ઓફ કૉલેજના વિદ્યાર્થી જયંત મુકેશભાઈ પટેલ (લ્ળ્ગ્ઘ્ૃં) ને મળ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક કેટેગરીમાં નિબંધ લેખનમાં શ્રીનાથજી સ્કૂલની ધોરણ અગિયારની વિદ્યાર્થીની સોહાની કુમારી ને બીજુ ઈનામ મળ્યું હતું અને ઉચ્ચતર માધ્યમિક કેટેગરીમાં વકૃત્વ સ્પર્ધામાં સોહાની કુમારીને ત્રીજુ ઈનામ મળ્યું હતું. કર્મચારી વર્ગમાં કવિતા લેખન સ્પર્ધામાં શ્રીનાથજી ગૃપ ઓફ કૉલેજના પ્રોફેસર ડો. દી ગોયલ ને પહેલું ઇનામ મળ્યું કર્મચારી વર્ગમાં નિબંધ લેખનમાં ડો. દી ગોયલને બીજુ ઈનામ મળ્યું હતુ. શ્રીનાથજી સ્કૂલ અને શ્રીનાથજી કોલેજ ભેગા મળી કુલ સાત ઇનામ મેળવવામાં સફળ રહ્ના હતા. સંચાલક મંડળ તરફથી વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
