Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

વાપી રેલવે સ્ટેશને ૩ મોબાઈલ અને રોકડની ચોરીનો ગુનો ઉકેલાયો

વાપી રેલવે સ્ટેશને ૩ મોબાઈલ અને રોકડની ચોરીનો ગુનો ઉકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ  વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પર સ્ટેશન માસ્ટરની ઓફિસ સામે ભીડનો લાભ લઈ ત્રણ મોબાઈલ અને રોકડની ચોરી થયાનો ગુનો વાપી જીઆરપીઍ ઉકેલી નાખ્યો છે.

વાપી રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ફરિયાદી મણિશંકર રામદુવાસ નિષાદ ઉ.૨૬ (મૂળ ચિત્રકૂટ યુ.પી., હાલ પાલીગામ સચીન સુરત) ઍ જણાવ્યું હતું કે, તા.૧૬/૦૯/૨૦૨૬ ના ૧૩ઃ૩૦ થી ૧૫ઃ૦૦ દરમિયાન તેઓ ભાઈ અને મિત્ર સાથે સ્ટેશને હતા ત્યારે ટ્રેનની ભીડનો લાભ લઈ ચોર ઇસમે ચોરી કરી હતી. આ ગુનો ઉકેલવામાં વાપી જીઆરપીના ઍઍસઆઈ સાદિક ખાન, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ, હેમંતસિંહ, મનોજભાઈ સહિતની ટીમે સીસી ટીવી ફૂટેજ આધારે તપાસ કરી વોચ ગોઠવી આરોપી ઍઝાઝ મોહમ્મદ શેખ રહે સુરેન્દ્ર નગર ને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ જ કર્યો હતો.

ચોરાયેલા મુદ્દામાલમાં મોટોરોલા ઞ્૮૫ ૫ઞ્ કિ.૧૩,૯૯૯/-, વિવો ળ્૫૧ પ્રો ૫ઞ્ કિ.૩૩,૯૯૯/-, રેડમી નોટ ૧૪ પ્રો ૫ઞ્ કિ.૩૪,૯૯૯/- અને રોકડ રૂ.૧૪,૫૦૦/- મળી કુલ રૂ.૯૭,૪૯૭/- નો મુદ્દામાલ સાથે પોલીસે જ કર્યો છે.