Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

ઉમરગામમાં યુવકે પોતાના જ ગળા પર ચપ્પુ ફેરવતાં ચકચાર મચી

ઉમરગામમાં યુવકે પોતાના જ ગળા પર ચપ્પુ ફેરવતાં ચકચાર મચી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ ઉમરગામના ગોકુલધામ વિસ્તાર પાસે ઍક સનસનીખેજ ઘટના સામે આવી છે. ઍક અજાણ્યા યુવકે જાહેરમાં ધારદાર હથિયાર વડે પોતાના જ ગળા ઉપર ઘા કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે બચાવવા આવેલા લોકો ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોઍ તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.