ચણોદ અને છીરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 21 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રજાજનોની અરજીઓના ઝડપી નિકાલ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ‘સેવા સેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ છીરી વોર્ડ કચેરી, ખાતે તથા તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પ્રાથમિક શાળા, ચણોદ ખાતે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. વાપી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
